ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો નિર્ણય, શરૂ કરાશે નવી ડિઝિટલ યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74 માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી નેશનલ ડિઝિટલ હેલ્થ મિશન યોજનાનો આગાઝ કર્યો છે . આ મિશન સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થસે તેવું તેમણે જણાવ્યુ હતું. તે હેતુ થી સરકારે આ મિશન માટે 470 કરોડનાં ફંડને મંજૂરી આપી છે. આ મિશન હેઠળ દરેક ભારતવાસીને એક ડિઝિટલ કાર્ડ આપવામાં આવશે. તેનાં દ્વારા ઘણાં પ્રકારની મેડિકલ સુવિધા લોકોને મળશે. જેવી કે તમને કઈ બિમારી છે ? તમે પહેલા કયા ડોક્ટર પાસે તપાસ માટે ગયેલા ? કઈ જગ્યાએ તપાસ કરાવી ? તપાસમાં તમને શું દવાઓ અપાઈ ?
યોજનામાં આ ફીચર્સ હસે ….
- હેલ્થ આઈડી તથા દેશનાં દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ મળશે જેનાંથી ડોક્ટરો અને મેડિકલ ટેસ્ટનાં તમામ કાગળો સાચવવામાંથી મુક્તિ મળશે. તેને ઈચ્છામુજબ આધાર કાર્ડ સાથે પણ લિંક કરાવી શકાય છે.
- પર્સનલ હેલ્થ રેકોર્ડ જેમાં તમારી ઉંમર, બ્લડ ગૃપ, એલર્જી, બિમારી, સર્જરી, પરિવારમાં કોઈને રોગ હોય તેની માહિતી સચવાશે. તેના દ્વારા તમારો હેસ્થ રેકોર્ડ જાણીને ડોક્ટરો તમારો ઈલાજ એ પ્રમાણે કરી શકશે. રેકોર્ડમાં સુધારા વધારા પણ કરી શકાશે. તમારા સિવાય કોઈ તેને જોઈ શકશે નહીં.
- ડિઝિ ડોક્ટર જેમાં ડોક્ટરો રજિસ્ટ્રેશન કરાવીને પોતાનું યૂનિક આઈડી બનાવી શકશે. જેમાં પોતાની જાણકારીની સાથે કોન્ટેક્ટ નંબર મુકવાની સુવિધા હશે. તેમજ તેમાં ફ્રી ડિઝિટલ સહીંની પણ સુવિધા હશે જેના દ્વારા દર્દી ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન પણ મેળવી શકશે.
- હેલ્થ ફેસિલિટિ રજિસ્ટ્રી જેમાં હોસ્પિટલ, ક્લિનીક, લેબ અને સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ બીજી સેવા સાથે જોડાઈ શકાય છે. જેની જાણકારી એક જ પ્લેટફોર્મ પરથી ઝડપથી મેળવી શકાય છે. જે વેબસાઇટ અને એપ્લિકેશન બંને ફોર્મેટમાં ઉપલબદ્ધ હશે