બરવાળાની મુખ્યકુમાર શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક એવોડૅ માટે પસંદગી


અત્રેના બરવાળાની મુખ્યકુમાર શાળામા ફરજ બજાવતા નિષ્ઠાવાન શિક્ષક લલિતભાઇ વાઘેલા એ શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમની સી.આર.સી બરવાળા મા પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામા આવી અને સ્વાતંત્ર પવૅ નિમિતે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામા આવ્યા. આ અગાઉ પણ ગયા વષેઁઁ ૫,સપ્ટેમ્બર શિક્ષકદિનના પાવન દિવસે બોટાદના લાઠીદડ મુકામે માનનીય મંત્રી સૌરભભાઇ પટેલના વરદહસ્તે બરવાળા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે લલિતભાઇની પસંદગી થતા તેમને પ્રમાણપત્ર ,ચેક આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામા આવ્યા હતા. શિક્ષકને મળેલ એવોડૅની રકમ નો ચેક શાળાના બાળકોના શૈક્ષણિક હિતાથેઁઁ શાળાને અપૅણ કયોઁઁ હતો
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા