ભુજ શહેરમાં નાગરિક પુરવઠા નિગમ અને ગેરકાયદે ભાડે રાખવામા આવેલ ગોડાઉન માલિક સાથે સાંઠગાંઠ રચી અને ગરીબોનું અનાજ બારોબાર વેંચી મારવાનું કૌભાંડ આવ્યું સામે.
ભુજ શહેરમાં નાગરિક પુરવઠા નિગમ અને ગેરકાયદે ભાડે રાખવામા આવેલા ગોડાઉન માલિક સાથે સાંઠગાંઠ રચી ગરીબોને આપવાનું થતું અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આધાર પુરાવા સાથે ફરિયાદી કોંગ્રેસનાં અગ્રણી આદમભાઈ ચાકી દ્વારા રાજ્યના પુરવઠા વિભાગના અગ્રસચિવને કરવામાં આવી છે. કૌંગ્રેસના પ્રદેશ અગ્રણી આદમભાઇ ચાકીએ પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહને ભુજ સ્થિત સરકાર હસ્તકના નાગરિક પુરવઠા નિગમે ભાડે મેળવેલા ગોડાઉનના માલિક અને નિગમના જવાબદારોએ સાંઠગાંઠ રચી ગામડાઓમાં ગરીબ માણસોને સસ્તા અનાજની દુકાન મારફતે વિતરણ કરવામાં આવતા અનાજનો જથ્થો ગેરકાયદે ખુલ્લી બજારમાં અન્ય વેપારીઓને વેંચીને વર્ષે દહોડ કરોડો રૂપિયાનું નાણાકીય કૌભાંડ આચરાતું હોવાના ગંભીર આક્ષેપ સ્ટિંગ ઓપરેશન કરી આધાર પુરાવા સાથે કરતાં જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પરંતુ આ બાબતે નાગરિક પુરવઠા નિગમ કચેરીના નાયબ જિલ્લા મેનેજરે આ ફરિયાદ ખોટી છે. તેવું જણાવ્યુ છે. પરંતુ આ કૌભાંડમાં મોટું માથું હોઇ કોઈ તટસ્થ અને નિષ્પક્ષ અધિકારી દ્વારા તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.