ભુજના ધારાસભ્ય દ્વારા હમીરસર બ્યુટિફિકેશનની વાતો કરાય છે. ત્યારે દેશલસર તળાવ સાથે ઓરમાયું વર્તન કેમ તેવા આક્ષેપ.
હમીરસરને બ્યુટીકેશન જાળવણી હરવા-ફરવા લાયક,સ્વચ્છ પાણી ભરાયેલું રહે,ખોદકામ પ્રવૃતિ કરાઇ છે તો ભુજના બીજા હદયસમાં દેશલસર તળાવ સામે ઓરમાયું વર્તન કેમ કરાય છે. તેવું આક્ષેપ કચ્છ જિલ્લા કૌંગ્રેસ મંત્રી માનસીબેન શાહે કર્યો હતો.તેમણે જણાવ્યુ હતું કે, શાસકપક્ષ દ્વારા અવાર-નવાર આ ઐતિહાસિક તળાવની સુધારણા જાળવણી રંગરોગાન ખાણેત્રુ બ્યુટીકેશન કરાસે તેવા આશ્વાસનો ભુજની પ્રજા આપી રહ્યા છે પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.સ્વામિનારાયણ ભગવાન કચ્છ યાત્રા દરમ્યાન આ દેશલસર તળાવમાં સ્નાન કરી ચુકયા છે તેવું જાણવયુ હતું.તેમજ આ તળાવની જાળવણી સુધારણા આજુ-બાજુ વૃક્ષારોપણ રેલિંગ બ્યુટીકેશન સહિતની કામગીરી ભુજ નગરપાલિકા તાત્કાલિક ચાલુ કરે તો ભુજની પ્રજા માટે પર્યટનસ્થળે, જોવાલાયક,ફરવાલાયક,સ્થળ તરીકે આ સ્થળ સોભા વધારશે તેવું જણાવ્યુ હતું. તેમજ ભુજની ઐતિહાસિક ધરોહર સમી આ તળાવ ભુજની પ્રજા માટે સંભારણું બની રહેશે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.