સાંઘીપુરની સગીરા સાથે છેતરપીંડી કરી યુપીના શખ્સે 26 હજાર રૂપિયા પડાવ્યા

પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા તાલુકાના સાંઘીપુર ખાતે રહેતા આધેડની સગીર પુત્રી સાથે યુપીના શખ્સે વિશ્વાસઘાત કરી 26,497 રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરતાં આરોપી વિરૂધ વાયોર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. ભોગબનારના પિતાએ વાયરો પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 20 ઓગસ્ટથી છ મહિના પહેલાના સમય ગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો. ઉતર પ્રદેશના બુલંદ શહેરના ક્રિષ્નાનગર દેવીપુરા-2માં રહેતા અર્જેન ગોર નામના શખ્સે ફરિયાદીની સગીર વયની દિકરી સાથે ઇન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા કેળવીને વિશ્વાસમાં લઇ સગીરાના ફોટો વિડીયો મેળવી લીધા હતા. બાદમાં સગીરાને અન્ય સાઇટ પર તેના ફોટો વિડીયો અપલોડ કરી દેવાની ધમકી આપીને અલગ અલગ ચાર ટ્રાન્જેકશન મારફતે 26,497 જેટલા રૂપિયા ધાકધમકીથી પડાવી લીધા હતા. વાયરો પોલીસે આરોપી વિરૂધ વિવિધ કલમો તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.