ભુજમાં સગીરાનું પૂર્વ પાડોશી યુવકે અપહરણ કર્યું
સરપટ નાકા બહાર રહેતી 16 વર્ષીય સગીર કન્યાનું અપહરણ જઇ જતાં ભોગ બનારના પિતાએ શકદાર તરીકે પુર્વ પાડોશી યુવકના નામ જોગ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભોગબનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બનાવ મંગળવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. તેમની પુત્રી દુકાનેથી નાસ્તો લઇ આવું તેવું જણાવી ગાયબ થઇ ગઇ હતી. ફરિયાદીએ તેમની પુત્રીને અગાઉ ભુજના આશાપુરાનગરમાં પાડોશમાં રહેતા મામદશા ઓસમાણ શેખ નામનો યુવક બદ ઇરાદાથી લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાનું શકદાર તરીકે નામ પોલીસને જણાવ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.