પૂર્વ કચ્છમાં બે દરોડામાં એક લાખથી વધુનો શરાબ જપ્ત કરાયો
પૂર્વ કચ્છમા પોલીસે બે જુદા-જુદા દરોડા પાડીને રૂા. 1,09,700નો અંગ્રેજી દારૂ જપ્ત કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સમગ્ર કાર્યવાહી દરમ્યાન માત્ર એક જ આરોપી પકડમાં આવ્યો હતો જ્યારે અન્ય ચાર શખ્સો પોલીસના હાથ લાગ્યા ન હતા .રાપરના પલાંસવામાં એક સંસ્થાએ બનાવી આપેલા મકાનનો ભોગવટો રાજુ વજા ભરવાડ પાસે છે. જેમાં આ શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને મિલીભગતે અંગ્રેજી દારૂ વેચતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલસે અહીં દરોડો પાડયો હતો. આ મકાનમાંથી સકતા માધા ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ એવા રાજુ વજા ભરવાડ, રમેશ નારણ ભરવાડ અને ધારા ડાયા ભરવાડ નામના શખ્સો પોલીસના હાથમાં આવ્યા ન હતા.આ મકાનમાંથી મેકડોવેલ્સ નં. 1, રોયલ વ્હીસ્કી અને જોની વ્હીસ્કીની 7પ0 એમ.એલ.ની 216 બોટલ કિંમત રૂા. 90,000નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો રાજુ ભરવાડ લઈ આવ્યો હતો અને આ ચારેય શખ્સો તેનું વેચાણ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.બીજી તરફ અંતરજાળ ગામના ગોપાલનગરમાં એલ.સી.બી.એ છાપો માર્યો હતો. આ વિસ્તારમાં આવેલું એક મકાન ખુલ્લું મૂકીને જિતેન્દ્ર રણછોડ ચાવડા નામનો શખ્સ નાસી ગયો હતો. આ મકાનના રસોડામાં રાખેલા ગુટખાના થેલામાંથી એપી સોડ ગોલ્ડ વ્હીસ્કી અને રોયલ ચેલેન્જની 7પ0 એમ.એલ.ની 49 બોટલ કિંમત રૂા. 19,700નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો.’