ડિયર ઝીંદગી ફિલ્મ બાદ ફરી શાહરુખ અને આલિયા એક સાથે રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા

શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલમ ડિયર જિંદગીમાં સાથે જોવા મળ્યા હતા. હવે ફરી આ જોડી રૂપેરી પડદે સાથે કામ કરે તેવી શક્યતા છે. સૂત્રની દ્વારા મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનનું પ્રોડકશન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ મહિલાઓના નેતૃત્વવાળી કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યું છે. સ્ક્રિપ્ટનું પહેલું નેરેશન આલિયા સાથે કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. રિપોર્ટના અનુસાર, આલિયા ભટ્ટને સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને તે આ પ્રોજેક્ટ સાઇન કરવા ઉત્સુક છે. જોકે આલિયા અંતિ સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી જ આ ફિલ્મ સાઇન કરવાનો નિર્ણય લેશે.