કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થતાં એઈમ્સમાંથી રજા અપાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોમવારે દિલ્હી સ્થિત એઈમ્સમાંથી રજા મળી ગઈ છે. કાલે જ હોસ્પિટલે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ગૃહ મંત્રી સાજા થઈ ચૂક્યા છે અને તેમને જલ્દી જ રજા આપી દેવામાં આવશે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ તેમને 18 ઓગસ્ટે થાક અને માથુ દુખાવાની તકલીફને કારણે હોસ્ટિપટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની લગભગ 12 દિવસ સુધી સારવાર ચાલી.
કોરોનાથી સાજા થયા બાદ તેમની તબિયત વધારે બગડી ગઈ હતી. જે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે 18 ઓગસ્ટે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સમાં જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને ત્રણ દિવસથી સાંધાના દુખાવાની ફરિયાદ હતી અને થાક પણ લાગતો હતો. અગાઉ તે ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા.
બે ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા હતા. આ વાતની જાણકારી તેમને પોતે ટ્વીટ કરીને આપી હતી. જે બાદ તેમણે ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.કોરોના રિપોર્ટ નેગેટીવ આવવા પર શાહે કહ્યુ હતુ. ‘મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હુ ઈશ્વરનો આભાર માનુ છુ. અત્યારે જે લોકોએ મારા સ્વાસ્થ્યના લાભ માટે શુભકામનાઓ આપીને મને અને મારા પરિજનોને આશ્વાસન આપ્યુ, તે તમામનો હુ હૃદયથી આભાર વ્યક્ત કરૂ છુ.’