મુંદરા તાલુકાના રામાણીયા ગામે સમારકામ કરવા માટે વીજ પોલ પર ચડેલા યુવાનને અચાનક વીજશોક લાગતા તે નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ થવાથી મુળ પોરબંદરના વતની યુવાનનું મોત નિપજયું હતું. મુળ પોરબંદર જિલ્લાના કુતીયાણાના વતની અને હાલે મોટી ખાખરમાં રહેતા સુનીલભાઇ કારાભાઇ સોલંકી (ઉ.વ.25) પીજીવીસીએલના કર્મચારી હોઇ મુંદરા તાલુકાના રામાણીયા ગામે વીજ થાંભલા પર લાઇનના સમારકામ કરવા ચડતા વીજ શોક લાગ્યો હતો. વીજ શોક લાગવાથી થાંભલા પરથી યુવાન નીચે પટકાયો હતો જયાં તે મોતને ભેટયો હતો.