Skip to content
ભુજ તાલુકાના નાડાપા ગામમાં આવેલી વિરશિવાજી ચાઇનાકલે કંપનીમાં રહેતા પરપ્રાંતીય પરીવારની 13 વર્ષીય સગીર વયની દિકરીનું અપહરણ થતા પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધવાઇ હતી. નાડાપા સીમમાં આવેલી વિરશિવાજી ચાઇનાકલે કંપનીમાં રહેતા પરીવારની 13 વર્ષની સગીર દીકરીને દિલીપ મનસુખ કોલી (રહે. અજમેર, જસદણ તા. રાજકોટ)વાળો લગ્નની લાલચ આપી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. સગીર વયની પુત્રીના પિતાએ દીલીપ કોલી સામે પદ્ધર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.