કોમ્પોઝીશન ડીલર્સ માટે જીએસટી રીટર્ન ફાઈલની મુદત વધારાઈ

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમમાં સામેલ કરદાતા વેપારીઓ માટે જીએસટી રીટર્ન ફાઈલ કરવાની મુદતમાં બે મહિનાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. જે 31 ઓગષ્ટે મુદત પુર્ણ થતી હતી તે હવે વધારીને 31 ઓકટોબર સુધી વધારી દેવામાં આવી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ દ્વારા ટવીટ કરીને જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ જીએસટીઆર4ની મુદત 31 ઓકટોબર સુધીની રહેશે. 1.50 કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ કોમ્પોઝીશન સ્કીમમાં સામેલ થઈ શકે છે. જેઓને એક ટકા જીએસટી લાગે છે.