ઓક્સીમીટર પ્રોજેકટ ઓનલાઇન લોન્ચ કરી આજથી આમ આદમી પાર્ટી કરશે ઓક્સિજન તપાસ અભિયાન

ગુજરાતમાં 1લી સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ઓક્સિજન તપાસ અભિયાન ચાલુ કરશે, જેમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ઓક્સીમીટર પ્રોજેકટ ઓનલાઇન લોન્ચ કરવામાં આવશે. એવું આમ આદમી પાર્ટીએ વિગતો આપતા જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દ્વારા કોરોના ઉપર જે રીતે કાબુ મેળવવામાં આવ્યો તે રીતે ગુજરાતમાં પણ આ જાગૃતિ અભિયાન કરવામાં આવશે. આ સાથે વધુમાં જ્ણાવ્યું હતું કે, ગોપાલભાઈ ઇટાલિયાના યુવા જોડો અભિયાન સાથે ઓક્સીમીટરથી ઓક્સિજન તપાસ અભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે.આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સવારે ગુજરાતમાં ઓક્સીમીટર પ્રોજેકટ ઓનલાઇન લોન્ચ કરશે તેવી માહિતી આપવામાં આવી હતી. ગુજરાતભરમાં 1000 તપાસ કેન્દ્ર ખોલવામાં આવશે અને 5000 થી વધુ કાર્યકર્તાઓ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં ફરી ઓક્સિજન લેવલની ચકાસણી કરશે, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્ય ચાલુ કરવામાં આવશે.
કોરોના એક એવી બીમારી છે જેમાં લોહીમાં પ્રાણવાયુની માત્રા ઓછી થઈ જાય છે જેથી હૃદય અને ફેફસાં શરીરના અન્ય ભાગો તથા મગજને જરૂરી પ્રમાણમાં પ્રાણવાયુ મોકલી શકતા નથી. જેની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ યાત્રા 09 સપ્ટેમ્બર 2020ને બુધવાર સવારે 10.00 કલાકે ભુજ ખાતે આવશે અને જિલ્લા ના યુવા ઓ અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાશે અને તે યાત્રા આગળ જતાં નખત્રાણા માં જશે અને ત્યાં પણ નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાના યુવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ઓને પાર્ટી માં જોડવામાં આવશે.