અર્જુન કપૂર અને સૈફ સાથે મળી ભૂતોને હાથકડી લગાવશે તેની આવનારી ફિલ્મમાં


બોલિવૂડમાં નેપોટિઝમની ભારે ઉગ્ર ચર્ચા વચ્ચે ભૂત પોલીસની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે.સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર અભિનય કરવાના છે. આ બંને પહેલી વાર એક જ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. નિર્દેશક પપવન કૃપલાણીની આ ફિલ્મમાં ભૂતોને શોધી કાઢનારા ભૂત હન્ટર્સનો રોલ અર્જુન અને સૈફ કરવાના છે તેવી ચર્ચા થઈ રહી છે. આ વર્ષના અંતમાં શૂટિંગનો પ્રારંભ થઈ જશે.
આ ફિલ્મને રમેશ તોરાણી અને આકાંક્ષા પુરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. સૈફ અલી ખાન આ અગાઉ ઝોમ્બા હોરર કોમેડી ગો ગોવા ગોનમાં કામ કરી ચૂક્યો છે. જ્યારે અર્જુન માટે આ પ્રથમ હોરર ફિલ્મ હશે. અર્જુન સૈફ સાથે તો પહેલી વાર કામ કરી રહ્યો છે પરંતુ સૈફની પત્ની કરીના કપૂર ખાન સાથે તેણે આ અગાઉ આર. બાલ્કીની ફિલ્મ કી એન્ડ કા માં કામ કર્યું હતું. એ ફિલ્મમાં અર્જુન અને કરીના પતિ-પત્નીના રોલમાં હતા.