પાલીતાણા ખાતે સિધ્ધશીલા નામની ધર્મશાળામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૨ કિ.રૂ. ૮૯,૨૨૦/- મોબાઇલ ફોન તથા તુફાન ગાડી સહિત કુલ કિ.રૂ. ૧,૯૯,૭૨૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર રેન્જ ટીમ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે પેરોલ ફર્લો સ્કોર્ડ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ સ્ટાફના માણસો પાલીતાણા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે પાલીતાણા, તળેટી વિસ્તારમાં આવેલ સિધ્ધશીલા નામની ધર્મશાળામાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૨ કી.રૂા. ૮૯,૨૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ તથા તુફાન ગાડી રજી.નંબર-GJ-02-AC-3382 સહિત કુલ કિ.રૂ.૧,૯૯,૭૨૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) અનીલભાઇ રાણાભાઇ સાટીયા ઉ.વ.૨૮ (૨) દેવાભાઇ ભકાભાઇ મેર ઉ.વ.૪૫ (૩) વાલાભાઇ ભોથાભાઇ રાઠોડ ઉ.વ.૫૩ રહેવાસી-ત્રણેય પાલીતાણાજી.ભાવનગર વાળાને પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જએ સંભાળી લઇ દારૂનો જથ્થો આપનાર તથા મદદગારી કરનાર ઇસમોને પકડી પાડવા સારૂ તજવીજ કરેલ છે.                                

                                આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા તથા નિલમબેન વીરડીયા વિગેરે સ્ટાફ જોડાયો હતો.

એજાદ શેખ રીપોર્ટર