મુંબઇમાં ફરી ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

મુંબઇ: દેશના આર્થિક પાટનગર મુંબઇમાં આજે સવારે ફરી એક વખત ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો
રેકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આજે સવારે ૮ વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનંુ કેન્દ્ર ઉત્તર મુંબઇમાં ૧૦૨ કિલોમીટર દુર હતું.
આ પહેલા ૫ સપ્ટેમ્બરના રોજ સવારે પણ મુંબઇમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તેની તીવ્રતા ૨.૭ માપવામાં આવી હતી.
ગઇકાલે નિકોબાર ટાપુ પર ૬.૩૮ કલાકે ૪.૩નો તો અરૂણાચલ પ્રદેશમાં ૭.૩૦ કલાકે ૩.૪નો ભૂકંપ આવ્યો હતો.
૫ સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ૧૨ કલાકની અંદર ત્રણ વખત ધરતી ધ્રુજી હતી.