ગુજરાતી સંગીતકાર-ગાયક કિશોર મનરાજાનો કોરોનાને લીધે નિધન

(રાજકોટ) ગુજરાતી સંગીતકાર અને ગાયક કલાકાર તેમજ ઘાટકોપરની રાજાવડી નવરાત્રિના સ્થાપક કિશોર મનરાજાએ શનિવારે બપોરે કોરોના સામે 15 દિવસ ઝઝૂમ્યા પછી કે.જે. સોમૈયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.અઠવાડિયા પહેલાં તેમના મોટા પુત્ર હેમલ મનરાજાનો પણ કોરોનાએ લીધો ભોગ.મનરાજા પરિવારના 10 સભ્યમાંથી નાના પુત્રને બાદ કરતાં 8 નાના-મોટા સભ્યોને કોરોનાનું સંક્રમણ થયું હતુ. કિશોરભાઇ અને તેમનો મોટો પુત્ર હેમલભાઇ કોરોના સામેનો જંગ હારી ગયા. જોકે બાકીના પરિવારજનો કોરોનામુકત થવાથી તેઓ ઘરે આવી ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ. કિશોરભાઇની વિદાયથી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ઘાટકોપર ઇસ્ટમાં શાંતિ પાર્ક માર્ગ પર આવેલા સુધા પાર્ક ખાતેના અરિહંત બિલ્ડિંગમાં 69 વર્ષના ફેમસ સંગીતકાર કિશોર મનરાજાનો પરિવાર રહે છે. પંદરેક દિવસ પહેલાં મોટા પુત્ર હેમલ મનરાજાને કોરોનાનું સંક્રમણ થયા બાદ કિશોરભાઇની તબિયત લથડતાં તેમને ક્રિટિકલ કન્ડિશનમાં સાધનમાં આવેલી કે.જે. સોમૈયા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ગયા શનિવારે સંગીતકાર પુત્ર હેમલ મનરાજાનું અવસાન થયું હતું ત્યારે કિશોરભાઇ પણ મૃત્યુ પામ્યા હોવાની અફવા ફેલાઇ હતી.
અરિહંત બિલ્ડિંગમાં રહેતા કિશોરભાઇના નાના પુત્ર જેસલ મનરાજાના પાડોશી ધર્મેશ મહેતાએ કહયું હતું કે અંદાજે 2.30 વાગ્યે કિશોરભાઇના અવસાનના સમાચાર મળ્યા હતા. તેમને 15 દિવસ પહેલાં કે.જે. સોમૈયા હોસ્પિટલમાં ખુબ જ ક્રિટિકલ કન્ડિશનમાં એડમિટ કરાયા હતા. વચ્ચે થોડા દિવસ તેમની તબિયતમાં સુધારો થયો હતો પરંતુ બાદમાં ફરી તબિયત ખરાબ થઇ હતી.છેલ્લા ત્રણેેક દિવસથી અપ-ડાઉન ચાલતું હતુ.આજે તેમની સ્થિતિ વધારે બગડયા બાદ બપોરે 2.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર હેમલનું પણ કોવિડને લીધે અવસાન થયા બાદ મૃતદેહ ઘરે લાવવાને બદલે જુજ પરિવારજનોએ અંતિમક્રિયા કરી હતી એવી જ રીતે કિશોરભાઇની અંતિમક્રિયા કરી દેવામાં આવી હતી.
46 વર્ષના મોટા પુત્ર હેમલ મનરાજાનું અવસાન થયાની જાણ કિશોરભાઇને નહોતી કરાઇ. શુક્રવારે તેમણે વિડિયો-કોલથી નાના પુત્ર જેસલને મોટા પુત્ર હેમલ વિશે પુછયું ત્યારે તે બહાર ગયો હોવાનું તેમને કહેવાયું હતુ. આ સમયે પોતાની તબિયત સારી હોવાનું કિશોરભાઇએ કોલમાં કહયુ હતુ. ગયા શનિવારે હેમલભાઇનું તો આ શનિવારે પિતા કિશોરભાઇનું લગભગ સેમ ટાઇમે જ અવસાન થયું હતુ.
તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ શુક્રવારે ઘરે આવ્યા હતા અને અત્યારે તેઓ હોમ-કવોરન્ટીન છે જયારે કોરોના-સંક્રમણથી અત્યાર સુધી બચેલા કિશોરભાઇના નાના પુત્ર જેસલ હોમ-કવોરન્ટીન હતા તેમનો બે દિવસ પહેલાં કવોરન્ટીનનો સમય પુરો થયો હતો.