નિલમબાગ પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર તેના વિરૂધ્ધમાં નોઘાયેલ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તૈયાર કરી આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. ૪૦૧,વિગેરે મુજબનો ગુન્હો નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ, જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ચોરીના શકદારોતથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર રાધામંદીર ચોક પાસે આવતા હેડ કોન્સ સાગરભાઈ જોગદીયા તથા હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણનેસંયુકત ખાનગી રાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૩૯૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૦૧,૩૪વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી દીપકભાઇ હીમતભાઇ સોલંકી રહે.ગધેડીયા મેદાનની ઝુપડપટ્ટીવાળો સહકારી હાટની બાજુમા રોડ ઉપર ઉભો છે તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા દીપકભાઇ હીંમતભાઇ સોલંકી/દે.પુ ઉ..વ.૨૦ ધંધો-મજુરી રહે.હાલ-ગધેડીયા મેદાન,ભાવનગર મુળ-ત્રાપજ તા.તળાજા .જી.ભાવનગરવાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુનાની કબુલાત કરતા પોતે આ ગુનામાં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ.જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે CRPC કલમ ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૩૯૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૦૧,૩૪,વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય નિલમબાગ પોલીસ સ્ટેશન સોપી આપી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.
*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા તથા પો.કો વિઠ્ઠલભાઇ બારૈયા તથા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં,
રીપોર્ટર: એજાદ શેખ