ભારતીય વાયુસેનામાં આજે યુદ્ઘ વિમાન રાફેલની થશે એન્ટ્રી

મળતી માહિતી મુજબ: (નવી દિલ્હી) ભારતીય વાયુસેનાની રાફેલ આવવાથી વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં આજે યુદ્ઘ વિમાન રાફેલ ઔપચારિક રીતે જોડાશે. અંબાલા એરબેઝ પર આયોજિત કાર્યક્રમમાં ફ્રાંસના સંરક્ષણ પ્રધાન અને રાજનાથસિંહ પણ સામેલ થવાના છે કાર્યક્રમ બાદ બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ભારતને ડીલ પ્રમાણે ફ્રાંસ પાસેથી 5 વિમાન મળ્યા છે. આ પહેલા ૧૯૯૭માં ભારતે ફ્રાંસ પાસેથી સુખોઈ વિમાન ખરીદ્યા હતા. ભારતે ફ્રાંસ સાથે ૨૦૧૬માં ૫૯ હજાર કરોડમાં ૩૬ રફાલ વિમાન ખરીદ્યા છે. જે અંતર્ગત ભારતને પાંચ વિમાન મળી ગયા છે. ભારતને પહેલી ખેપમાં ૧૦ વિમાન મળવાના હતા. જોકે પાંચ વિમાન ફ્રાંસમાં ટ્રેનિંગમાં છે. ત્યારે વિમાનની પહેલી સ્કવોડ્રન અંબાલા અને બીજી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસિમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.