જખૌ જૂથ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર બાબતે પંચાયત સદસ્ય દ્વારા કરાઇ લેખિત ફરિયાદ

જખૌ જૂથ ગ્રામ પંચાયત ના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ વિરુદ્ધ અગાઉ મનરેગા યોજનામાં કૌભાંડ અંગે ફરિયાદ થયેલ છે, ત્યાર પછી સરકાર શ્રી ના વિકાસ કામો જેવા કે 14 મો નાણાં પંચ તેમજ એ. ટી.વી. ટી. ની ગ્રાન્ટ માંથી સી સી રોડ ના બે બે લાખ ના બે કામો ના બોગસ નામો ઊભા કરી ભ્રષ્ટાચાર તેમજ સરકારી નાણાં ની ઉચાપત અંગે જખૌ જૂથ ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી દાઉદ આયુબ દરાડ દ્વારા વહીવટી તંત્ર ને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ દાદ ન મળતાં ન છૂટકે સદસ્ય દ્વારા દાદ તેમજ ન્યાય મેળવવા જખૌ પોલીસ સ્ટેશન માં તા :- 08/09 ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે. જેમાં આરોપીઓ તરીકે પૂર્વ સરપંચ તેમજ ઉપ સરપંચ ના પતિ અને પંચાયત ના જે તે સમય ના તલાટી સહ મંત્રી તેમજ તાલુકા પંચાયત ના અધિકારીઓનું ઉલ્લેખ કરવામાં આવેલ છે, ફરિયાદ પ્રમાણે બોગસ પુરાવા ઊભા કરી ખોટા કામ ને સાચા કામ તરીકે બતાવીને અંદાજિત બે કામો 1. જખૌ પોલીસ સ્ટેશન થી વાઘેર વિસ્તાર સુધી સીસી રોડ નું કામ અને 2. જખૌ સોલ્ટ એપ્રોચ રોડ થી ચાચા મિયા ની દરગાહ સુધી સીસી રોડ નું કામ. સ્થાનિક થયેલ નથી છતાં ટોટલ સરકારી રૂપિયા ચાર લાખ જેટલી મોટી રકમ ની ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરેલ છે તેવું આરોપ પંચાયત સદસ્ય શ્રી દાઉદ ભાઈ દરાડ દ્વારા કરવામાં આવેલ છે.  જે અંગે ની માહિતી અધિકાર દ્વારા માહિતી માંગવામાં આવેલ હતી, જે અનુસંધાને ના આધાર પુરાવા સાથે સદસ્ય શ્રી દ્વારા લેખિત ફરિયાદ કરેલ છે.