ગોલ્ડનસિટી મેઘપર કુંભારડી તા. અંજાર જેની સોસાયટી માં આવેલી ગટરની ગંધના કારણે લોકોને હાલાકી

જય ભારત સાથે જણાવાનું કે સર્વે નંબર 88/A ગોલ્ડનસિટી મેઘપર કુંભારડી તા. અંજાર જે સોસાયટી માં ગોલ્ડ નસિટી ના પાછળના ભાગમાં આવેલ મણિનગર વિસ્તારના ગટરની ગંધના કારણે લોકોને હાલાકી આ ઉપરાંત તેઓ ગોલ્ડન સિટી સોસાયટીના પાછળના ભાગમાં તેઓએ ગંદો કચરો, ગાય , ભેંસ તેમજ અન્ય કચરો ગોલ્ડન સિટીના પાછળના ભાગમાં તેઓ ઠાલવે છે. જેના કારણે ગોલ્ડન સિટીનું પાણી ત્યાં ભરાઈ જાય છે.પાણીને આગળ જવાની જગ્યા મળતી નથી તેથી ખુબજ ગંદકી થાય છે. જેના કારણે ગોલ્ડન સિટીની પાછળના ભાગમાં રહેનાર તમામ રહેવાસીઓને ખુબજ હેરાનગતિ થાય છે. વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે અહી ખુબજ ગંદકી થાય છે. જેના કારણે ગોલ્ડન સિટીના રહેવાસીઓને ખુબજ તકલીફ પડે છે. તો આ લોકોને ગટરની સમસ્યાનો ઝડપથી હલ મળે તેવી આપશ્રી ને નમ્ર વિનંતી છે કે આપશ્રી આ સમસ્યાની ઝડપથી નિવારણ લાવો.