વાડજમાં રહેતી યુવતીએ દહેજ બાબતે સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

વાડજ: કેટલીક મહિલાઓનો ઘરેલુ ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રોજ 5 જેટલી મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે. ત્યારે અમદાવાદનાં વાડજમાં રહેતી મહિલાએ સાસરિયાઓ સામે દહેજની માંગણી કરીને શારિરીક માનસિક ત્રાસ અપાતો હોવાની ગુનો નોંધાવ્યો

મળતી માહિતી મુજબ ન્યૂ રાણીપમાં રહેતી નીશા ચોકસી નામની મહિલાએ જયદિપ ચોકસી નામનાં યુવક સાથે લગ્ન કર્યા. યુવતીનાં પતિએ મકાન માટે 5 લાખ રૂપિયા યુવતિનાં પિતા પાસેથી લીધા હતા. તેમજ યુવતીની સુવાવડ સમયે થયેલા ખર્ચનાં 68 હજાર રૂપિયા પણ કંપનીમાંથી મેડિક્લેમમાં લઇને યુવતીને ન આપીને ત્રાસ આપતા હતા. અને વધુ પૈસાની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.