53 કવાર્ટરમાં પારકી પરણેતરને ફોન કરવા મુદ્દે યુવક ઉપર 4 ઈસમોનો હૂમલો
copy image

(રાજકોટ) શહેરના 53 કવાર્ટરમાં પારકી પરણેતરને ફોન કરવા મુદ્દે યુવક પર 4 ઇસમોએ કર્યો હૂમલો તેને માર મારતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.
બનાવની જાણવા પ્રાપ્ત માહિતી અનુસાર 53 કવાર્ટરમાં રહેતા માહિર યુનુસભાઇ ગોરી (ઉ.વ.19) નામના ડ્રાઇવીંગ કામ કરતા યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 53 કવાર્ટરમાં રહેતા અરબાઝ કુરેશી, રમીઝ કુરેશી , અજાન શેખ તથા ઇમરાનના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવાન સાંજના તેના ઘર પાસે હતો ત્યારે અરબાઝે અહીં આવી તું કેમ મારી પત્નીને ફોન કરીને હેરાન કરે છે. જેથી યુવાને કહ્યું કે અગાઉ સમાધાન થઇ ગયા બાદ તેણે ફોન નથી કર્યો તેમ છતાં આરોપીઓએ ગાળો આપી યુવાનને ધોકા વડે માર માર્યો હતો. આ મામલે પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 324, 323, 504, 114 તથા જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અન્ય એક બનાવમાં સહકાર મેઇન રોડ ગાયત્રીનગર શાક માર્કેટવાળી શેરીમાં રહેતા અને હોસ્પિટલમાં નોકરી કરનાર દિપકભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.29) નામના યુવાને ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિરવ બિપીનભાઇ ગોહેલ, વિશાલ બિપીનભાઇ ગોહેલ (રહે.બંને પુનિત સોસાયટી નવદુર્ગા 30 ફૂટ રોડ) તથા બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. જેમાં જણાવ્યા મુજબ દોઢ માસ પૂર્વે યુવાને નિરવ પાસેથી દોઢ લાખ ઉછીના લીધા હતાં. તે પૈસાની ઉઘરાણી કરી યુવાનને ચારેય શખ્સોએ ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો.