કેશોદમાં વેપારીની નજર ચુકવી થઈ ગઈ ચોરી

જૂનાગઢા: કેશોદના ગીરીરાજનગર ગોકુલ મકાન ગીરીરાજ એપાર્ટમેન્ટના સામે રહેતા આધેડ વેપારીને ગઇકાલે ૨ ગઠીયા ભેટી જતાં 24,000 થપ્પીમાંથી કાઢી લીધા હતા.આ બનાવની માહિતી અનુસાર ગત તા. 7-9-2020નાં માંગનાથ રોડ પર આવેલ પોતાની દુકાન યમુના એજન્સીમાં વેપાર કરતા હતા ત્યારે બે અજાણ્યા ઇસમો દુકાનમાં ચોકલેટ તથા બીડીનો સામાન લેવાના બહાને આવ્યા હતા.
ખરીદીની વાતો કરી વિશ્ર્વાસમાં લઇ વૃધ્ધ દુકાનદાર ભીમજીભાઈ જીવનભાઈ કારીયાપોતાના પિતાનું શ્રાધ્ધ છે તેમની પાસે છુટા પૈસા છે.બાધા આપવા ભીમજીભાઈને કહેલ અલગ અલગ નોટો મળી 40 હજારની થપ્પીમાંથી બેવડી રીંગ મારી પરત આપેલ તેમાંથી 24,000 કાઢી લઇ 16000પરત ટેબલ પર રાખી નાસી છુટ્યા હતાં. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
વેપારી પર છરી વડે હુમલો
ખામધ્રોળ રોડ પરના દ્વારકેશનગર-6 પર રહેતા દુકાનદાર ભાવેશભાઈ ગીરીશભાઈ રાઠોડ આગલી રાત્રિનાં 8 કલાકે તેની દુકાને હતા ત્યારે અરમાન ગામેતી નામના શખ્સે આવીને અગાઉના કેસમાં સમાધાન કરી લેવા અને 3 લાખની માંગણી કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. લોહીલોહાણ હાલતમાં ભાવેશભાઈ રાઠોડને દવાખાને ખસેડવામાં આવેલ અન્ય લારી ગલ્લાને પણ ઉંધા વાળી દીધા હતા અને તોડફોડ કરી હતી. ગઇકાલે આના વિરોધમાં ખામધ્રોળ રોડ પરની દુકાનો વેપારીઓએ બંધ કરી સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. આરોપી અરમાન ગામેતીને પોલીસે પકડી મેથીપાક ચખાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.