આખા દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે નિરોણા પોલીસ પ્રશાસન દ્વારા જાગૃતતા લાવવા માટે પહેલ કરી

પાવર પટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણા ગામે આવેલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એ.જાલાના અધ્યક્ષ સ્થાને હાલ વિશ્વ વ્યાપી મહામારી અંગે લોકજાગૃતિ માટે વિવિધ ગ્રામ્ય આગેવાનો સાથે નિરોણા ગ્રામ પંચાયતમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઝાલા સાહેબ દ્વારા ઉપસ્થિતિ ગ્રામ્ય આગેવાનો ને અપીલ કરતા કહ્યું હતું કે લોકો બહાર  નીકળે ત્યારે સ્વયંભૂ માસ્ક પહેરે જરૂરી સામાજિક અંતર જાળવે જેથી આ વિસ્તારને આ મહામારી કોરોના થી બચાવી શકાય આ વિસ્તારમાં જો કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓ અંગે માહિતી હોય તો સીધો સંપર્ક પોલીસનો કરવા અપીલ કરેલ તેમજ ગામમાં બંધ પડેલ સીસીટીવી કેમેરા બાબતમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા યોગ્ય મરામત થાય તે અંગે સ્થાનિક આગેવાનો લોકોનું ધ્યાન  દોરેલ આં પ્રસંગે વિવિધ ગ્રામ્ય આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહી જરૂરી સૂચનો કરેલ

રિપોર્ટ બાય: વિમલભાઈ ભાનુશાલી નિરોણા