ભાવનગરમાં શાળાની એક શિક્ષીકાએ કરી આત્મહત્યા

મળતી માહિતી મુજબ: (ભાવનગર) ભાવનગરમાં શિક્ષીકાએ કુવામાં કૂદીને આપઘાત કરી લીધો હતો.આ બનાવની વિગતો એવી છે કે ભાવનગરનાં લાખણકા પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા અને કોળીયાક ગામે રહેતા ભાવનાબેન વનમાળીભાઇ વાળા (ઉ.વ.36)એ કોળીયાક ગામના કુવામાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

મૃતકે આપઘાત કરતાં પહેલા પરિવારને સંબોધી એક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં શાળાના કામના ભારણથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું જણાવાયું છે. આ અંગે મૃતકનાં પિતાએ ઘોઘા પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.