ભાવનગર:એક ઇસમને મોટર સાયકલ ઉપર લઇ નીકળેલ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

એસ.ઓ.જી. ભાવનગરનું વધુ એક સફળ ઓપરેશનખુંટવડા-જેસર રોડ ઉપરથી એક ઇસમને મોટર સાયકલ ઉપર લઇ નીકળેલ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગા રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે *અમકુભાઇ નનકાભાઇ ધાંધલ ઉ.વ.૩૯ રહેવાસી ગામ-કરલા તાલુકો જેસર જીલ્લો ભાવનગર વાળાનેમોટા ખુંટવડા, ખુંટવડા-જેસર રોડ, માલણ નદીના કાંઠે, નેપાળી બાપુના આશ્રમ પાસે તા. મહુવા ખાતેથી મોટર સાયકલ TVS સ્ટાર સીટી રજીસ્ટ્રેશન નંબર GJ-23-J-9179 ઉપર વનસ્પતિ જન્ય સુકો ગાંજો વજન ૧ કિલો ૧૧૨ ગ્રામ કિંમત રૂપિયા ૧૧,૧૨૦/- તથા રોકડ રૂપિયા ૧૯૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ।.૫૦૦/- તથા મોટર સાયકલ-૧ કિ.રૂ।.૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૩૫૨૦/- સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. પી.આર.ગોહિલ તથા હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા બલવિરસિંહ જાડેજા તથા વિજયસિહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા ભરતભાઇ સાખટ તથા ડ્રાઇવર મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.
રિપોર્ટર: એજાદ શેખ રીપોર્ટર