‘ફી ન ભરાતા’ : પી.જી.માં પ્રવેશ લેનારા છાત્રોને ભારે મુશ્કેલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.જી.માં પ્રવેશ લેનારા છાત્રોની ફી ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે ત્યારે મોટાભાગના ભવનોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની એક જ ફરિયાદ ઊઠી છે કે, ‘ફી ભરાતી નથી અને જો ભરાઇ જાય તો પણ યુનિવર્સિટી તરફથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલનો મેસેજ આવે છે. જેના પરિણામે મોટાભાગના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઇ ગયા છે, અમુક ભવનના અધ્યક્ષ દોષનો ટોપલો એકાઉન્ટ સેક્શન અને કમ્પ્યૂટર વિભાગ પર ઢોળી રહ્યા છે. કુલપતિએ કહ્યું હતું કે, જવાબદાર અધિકારીઓને ખુલાસો કરવા બોલાવાયા છે.