ધોરાજીના કારચાલકે બાઈકને ટક્કર મારતાં કિશોરીનું મૃત્યુ

ધોરાજીના જમનાવડ રોડ પર અજાણ્યાં કારચાલકે બાઈકને ટક્કર ,મારતા 15 વર્ષની કિશોરીનું મોત થતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાઇ બહેન ખરીદી માટે નીકળ્યા હતા ત્યારે બહેનનું મોત નીપજતાં પરિવાર હતપ્રભ બની ગયો હતો જ્યારે ભાઇને પણ ગંંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ધોરાજીના પીપળીયા ગામે રહેતાં ફરિયાદી જયદિપ ભાઈ મકવાણા તથા તેની બહેન હેતલ ઉ.વ. 15 કામકાજ અર્થે બાઈક લઈને નિકળેલ હતાં ત્યારે ધોરાજીના જમનાવડ પીપળીયા રોડ પર સફેદ કલરની અજાણ્યા નંબર વાળી મોટરકારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક પર બેસેલા હેતલ બેન મકવાણાને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે. બીજી તરફ બાઈક ચાલક જયદિપ ભાઈ મકવાણાને ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયેલા હતા. ધોરાજી પોલીસે ફરીયાદી જયદિપ ભા મકવાણાની ફરિયાદ અન્વયે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.