કોરોનાની બીમારી માંથી સાજા થનારા લોકોને હવે વિમા કંપનીઓ દોડાવે છે

મળતી માહિતી મુજબ: (અમદાવાદ) મેડિક્લેઇમની રકમમાં કપાત આવે તે સામાન્ય છે પરંતુ કોવિડ 19 કેસમાં આવતો કપાત ઘણો વધારે દેખાઈ રહ્યો છે. કોરોના પોઝીટીવ આવતાં અશોક કુમાર કૌરાણી જુલાઈ માસમાં 9 દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પોતાની મેડિક્લેઇમ પોલીસીને લીધે તેમણે સરકારી હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું.
કોરોનાને હરાવ્યા પછી અશોક કુમાર હોસ્પિટલના બિલની રકમ માટે હોસ્પિટલ સામે લડી રહ્યા છે. શ્રેય હોસ્પિટલને તેમણે બિલ પેટે 2.99 લાખની રકમ ચૂકવી હતી જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીએ માત્ર 1.12 લાખનું બિલ જ પાસ કર્યું હતું જેને પગલે અશોકે ઇન્સ્યોરન્સ કંપનીને આ કપાત બદલ પત્ર લખ્યો હતો જેની સામે ઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું કે તેમને પીપીઈ કીટ, ફાર્મસી અને તબીબની વિઝીટ બદલ થયેલા ખર્ચની રકમ મળી ન શકે.
અશોકના ભાઈ ભાગચંદ સાથે આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. તેમના 3.42 લાખ રુપિયાના બિલ સામે માત્ર 1-1 લાખ રુપિયાનો ક્લેમ પાસ થયો હતો. કનઝયુમર પ્રોટેકશન એન્ડ એકશન કમિટીના પ્રેસિડેન્ટ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેઇમની રકમ આડેધડ કાપી રહ્યા અને જુદા જુદા કારણો ધરી ક્લઇમ પાસ કરવાનો ઇન્કાર કરી રહ્યા છે. કપાતના મુખ્ય કારણમાં ઇન્સ્યોરન્સ કંપની એએમસી દ્વારા નક્કી કરાયેલા ચાર્જ કરતાં વધુની રકમ હોવાનું દર્શાવે છે. ઇન્સ્યોરન્સ કંપની અધિકારીઓ દ્વારા નિર્ધારિત કરાયેલા ચાર્જને વળગી રહે છે. ચાર્જ કરતાં સહેજ પણ વધારે રકમ હોય તો તે ઇન્સ્યોરન્સ દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી તેવું ઇન્સ્યોરન્સ સાથેના સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કોરોના પોઝીટીવ આવ્યા પછી કોવિડ કેર સેન્ટરમાં અથવા હોટલ કે હોમ ક્વોરન્ટાઈન થયા હોય તો તેને ઇન્સ્યોરન્સ કંપની ક્લેઇમ માટે નકારી કાઢે છે.