વિછીંયામાં ભુગર્ભ ગટરનાં કોન્ટ્રાકટરને ખૂનની ચીમકી આપતા ફરિયાદ

રાજકોટ: વિછીંયાના શીતળામાંના ઢોરે રહેતા ભુગર્ભ ગટરનાં કોન્ટ્રાકટરને ખુનની ધમકી મકાનમાં તોડફોડ કરતાં વિછીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે 3 ઇસમો સામે કાર્યવાહી કરી અટક કરવા તપાસ હાથ ધરી. બનાવની મળતી માહિત મુજબ વિછીંયા ઓરી રોડ શીતળામાંનાં મંદીરના ઢોરે હરીભાઇ દરજીના મકાનમાં ભાડેથી રહેતા કૌશિકભાઇ બાવસંગભાઇ સેલડીયા પટેલ (ઉ.વ. 39) નામના યુવાને વિછીંયા પોલીસ મથકમાં રામુ કાના મોરી, યોજરાજ જટુભા ઝાલા અને ભરત જેરામ બાવળીયા સામે ફરિયાદ નોંધાવી હતી.સ કૌશિકભાઇ સેલડીયાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે પોતે મુળ અમદાવાદનાં વતની છે. હાલ વિછીંયામાં રહે છે. અને વિછીંયા ગ્રામ પંચાયતની ભુગર્ભ ગટરનું કામ તેમની કંપનીએ કોન્ટ્રાકટ રાખ્યો છે. તે કૌશિકભાઇ ઇન્ચાર્જ તરીકે કામ કરતા હોય જેથી આરોપી રાજુ મોરીએ ફોન જણાવ્યું કે ભુગર્ભ ગટર યોજનાનો વર્ક ઓર્ડર તથા તેના કાગળો મારે જોવા છે તેમ કહી પાંચેક વાગ્યાના સમયે આરોપી રૂબરૂ મળ્યો હતો અને ત્યારબાદ કૌશિકભાઇ ઘરે જમવા બેઠો હતો. ત્યારે રાજુ કુહાડી લઇ તેના ઘરે જઇને મકાનના દરવાજે કુહાડીનાં ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ અન્ય બે આરોપી યોજરાજ અને ભરત આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા. અને આજુબાજુનાં લોકો એકઠા થતાં તેમના ઘરની બહાર નીકળતા આરોપીઓએ કૌશિકભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સ અને મકાનની ડેલીને નુકશાન કરી સમાધાન કરવા પૈસા માંગી નાસી ગયા હતા.