ભેંસાણના છોડવડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે કરી આત્મહત્યા

જુનાગઢ: ભેંસાણના છોડવડી ગામે ચાલુ વર્ષે ભારેથી અતિભારે વરસાદ વરસતા ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડુતે શરીરે કેરોસીન છાંટી સળગી મર્યાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
આ બનાવની માહિતી અનુસાર ભેંસાણથી પ કિ.મી. દુર છોડવડી ગામે રહેતા બાબુભાઇ રાજાભાઇ પોકીયા (ઉ.વ.પ8)ના ખેતરમાં વાવેલ પાક ભારે વરસાદમાં નિષ્ફળ જતા જે બાબતે તેમને લાગી આવતા આજીવિકાનું કોઇ સાધન ન રહેવાથી માત્ર ખેતી આધારે જ હોવાથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા ગઇકાલે બપોર બાદ 3.45 કલાકે સીમમાં બાબુભાઇ રાજાભાઇ પોકીયાએ જાતે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી આ અંગે ભરતભાઇ બાબુભાઇ પોકીયાએ ભેંસાણ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.