અમદાવાદના ચાંદખેડા વિસ્તાર માંથી PCB દ્વારા છાપો મારી દેશી શરાબ વેચતા શખ્સને કબજામાં લીધો

મળતી માહિતી મુજબ: (અમદાવાદ) પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જ્યારથી કમિશ્નર પદનો ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી તેમને શહેરમાં શરાબ અને જુગારના અડ્ડાઓને બંધ કરવાની કડક તાકીદ કરી છે. છતા અમદાવાદના બધા પોલીસ સ્ટેશનો શરાબ  અને જુગાર માટે બુટલેગરોને પકડીને કેસ કરી રહ્યા છે. તેમ છતા ચાંદખેડા પોલીસ સ્ટેશન તે બાબતમાં નિષ્ક્રિય પણુ સામે આવ્યુ છે, માટે કમિશ્નરની સીધી સુચનાના આધારે ચાંદખેડાના પીઆઈ અને વહીવટદાર ની રહેમ નજર નીચે ચાલી રહેલા દેશી શરાબના અડ્ડા ઉપર PCB દ્વારા રેડ કરીને બુટલેગર અમરસિંહ સોલંકીની સાથે 16 લીટર દેશી શરાબ જપ્ત કર્યો છે

આ દરોડો PCB દ્વારા ચાંદખેડા પોલીસની હદમાં આવેલા ખોડીયારનગર હાઉસિંગ બોર્ડમાં આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની દરપકડ કર્યા બાદ પૂછપરછમાં તેણે કહ્યુ કે,’ દેશી દારૂનો જથ્થો તે પોર ગામના વિજય નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. અને અહિયાં ફ્લેટમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સ નું પણ દુષણ વધી ગયું છે.’ છેલ્લા બે મહિનાની અંદર PCB ની સાથે ડીસીપી ઝોન-2 વિજય પટેલની ટીમ દ્વારા, છ વખત શરાબ અને ડ્રગ્સના વેચાણ કરતા લોકો ઉપર છાપો મરવામાં આવ્યો છે.