રવિવારે બજરંગ ગ્રુપ દ્વારા ધારીમાં રકતદાનનું કેમ્પ યોજાયેલ છે

અમરેલી: ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગૃપ અને અન્ય સમાજો દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા.13/9ને રવિવારના રોજ સવારે 9:30 થી 12 કલાક સુધી કરવામાં આવેલ છે. કેમ્પમાં બહેનો માટે અલગ બ્લડ ડોનેશન કરવાની વ્યવસ્થા રાખેલ છે.

આ કેમ્પમાં યદુનંદન યુવક મંડળ સંજયભાઈ એચ. કાતરીયા, જય ગીરનારી એજયુકેશન ટ્રસ્ટ હરેશભાઈ રાણાવડીયા, મહેશભાઈ બજાણીયા, સમસ્ત વાટલીયા પ્રજાપતિ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ ગોંડલીયા, વિનોદભાઈ સરવૈયા, બાલુભાઈ સરવૈયા, બ્રહ્મ સમાજ યુવક મંડળ રિઘ્ધેશ જોષી, ધર્મેન્દ્ર લહુરૂ, મહેશ રાવળ, તેજસ ભટ્ટ, મુસ્લિમ જમાત અમીનભાઈ સોઢા, પાટીદાર સમાજ દુર્ગેશ ઢોલરીયા, દિનેશ લુણાગરીયા, વાઘાપરા યુવક મંડળ લાખાભાઈ સોલંકી, અરૂણભાઈ પાટડીયા, વિરાભાઈ કણસાગરા, સીંધી સમાજ યુવક મંડળ રમેશભાઈ સોઢા, વિનુભાઈ કારીયા, વ્હોરા સમાજ સીરાજભાઈ કપાસી, જાફર વિરાણી, જયકુદિનભાઈ હથીયારી આ તમામ સમાજોના આગેવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપી એકમાનવતાના કાર્યમાં સહભાગી બનશે.