ક્રિકેટની દુનિયામાં બન્યો કરૂણ બનાવ, મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન વીજળી પડતાં બે ક્રિકેટર્સના થયા મોત

રમતજગતથી એક કરૂણ ખબર બહાર રહી છે. મેદાનમાં આકાશમાંથી વીજળી 2 ઉભરતા ક્રિકેટર્સ પર પડી અને આ અકસ્માતમાં બંને ક્રિકેટર્સે અંતિમ શ્વાસ લીધો હતો. બે યુવા ક્રિકેટર્સના મોતથી રમતજગત આઘાતમાં છે. આ ઘટના બાંગ્લાદેશની છે, જ્યાં મોનસૂન સીઝનમાં વીજળી કહેર બનીને તૂટી પડી.