જુગારમાં પૈસા હારી જતાં એક શખ્સે કારની કરી તસ્કરી

રાજકોટ: શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા બજરંગ મોટર્સ નામના ગેરેજમાંથી રૂ.80 હજારની એસેન્ટ કાર ચોરાયાની તા. 9/09 નાં રોજ બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી પાસેથી કાર સાથે ઝડપી કાર જપ્ત કરી હતી. તેમજ આરોપીની પુછપરછ કરતાં પૈસાની જરૂર પડતાં કાર તસ્કરીની કબુલાત આપી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આર.ટી.ઓ. નજીક શિવશકિત સોસાયટી શેરી. નિકુંજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે બજરંગ મોટર્સ નામની ગેરેજ ચલાવે છે. ગેરેજમાં રીપેરીંગ માટે આવતી કાર એક-બે દીવસ તેની પાસે જ રહે છે. અમુક કાર ગેરેજની અંદર અને અમુક કાર ગેરેજની બહાર રહે છે.
આ ગુન્હાનો ભેદ ઉકેલવા બી.ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ એમ.બી. ઔસુરાની રાહબરીમાં પીએસઆઇ એમ.એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, મનોજભાઇ, અજયભાઇ બસીયા, પરેશભાઇ અને હેમેન્દ્રભાઇ વાઢીયા સહિતનાં સ્ટાફે મોરબી રોડ પરની જય જવાન જય કિસાન સોસાયટી નજીકથી એક શંકાસ્પદ જણાતો શખ્સ એસેન્ટ કાર લઇને નીકળતા નંબર પ્લેટ વિશે પુછતાં તેમજ કારનાં કાગળો વિશે પુછપરછ કરતાં ચાલક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. અને પોકેટ કોપ એપ્લીકેસનમાં કારનાં ચેસીસ નંબર નાખી જોતાં આ કાર ચોરી થયાનું જાણવા મળી રહયુ હતું.
આ અંગે કાર મામલે ચાલકની પુછપરછ કરતા પોતે પોતાનું નામ હાર્દિક જયંતીભાઇ લીંબાસીયા (ઉ.વ. 19) (રહે. મોરબી રોડ નાગબાઇ કૃપા મકાન ઉત્સવ સોસાયટી શેરી 1) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પુછપરછ કરતાં હાર્દીકે કબુલાત આપી હતી કે પોતે જુગાર રમવાની ટેવ ધરાવતો હોય પૈસા હારી જતાં કાર ચોરી કરી હતી. તેમજ કાર વહેંચી તેના પૈસાથી દેણુ ચુકતે કરવાનું હતું. જોકે પોલીસની ઝપટે ચડી જતાં હાર્દીકનો પ્લાન નિષ્ફળ ગયો હતો. આ અંગે બી. ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી આદરી છે.