મુન્દ્રાના નવીનાળના જુગારના અડ્ડા પર થી ૫ જુગારીયાઓ ૨૫ હજાર રોકડ સાથે ઝડપાયા

મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામમાં થી ખેલીઓને બોલાવી નાલ ઉગરાવી જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ છાપો મારી મકાન માલિક સહિત પાંચ જુગારીઓને રૂપિયા ૨૫,૮૪૦ રોકડા તેમજ ૧૮,૫૦૦ના 5 મોબાઇલ સહિત કુલ ૪૪,૩૪૦ના મુદામાલ સાથે પકડી લઈ તમામ સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ દફતરેથી એલસીબીના હેડ કોન્સ્ટેબલ વિજય હીરાભાઈ બરબસીની ફરીયાદને ટાંકીને મળતી માહિતી અનુસાર તેમણે ખાનગી રૂએ મળેલ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મુન્દ્રા તાલુકાના નવીનાળ સ્થિત જૈન ભોજનાલયની ગલીમાં નાલ ઉઘરાવીને ગંજીપાનાનો જુગાર રમાડતા ધીરેન નેમજીભાઈ વોરા (ઉ.વ.૫૭)ના ઘરે છાપો માર્યેા હતો.અને તેમની સમેત અન્ય ચાર આરોપી ડાયાલાલ ખીમજી મહેશ્ર્વરી(ઉ.વ.૪૦ – નવીનાળ)રાયશી લઘુ મારવાડા (ઉ.વ.૫૭ –સીરાચા)સુરેશ હીરજીભાઈ નાગડા(ઉ.વ.૬૪ ભોજાય–માંડવી)અને મહેન્દ્ર હીરજીભાઈ નાગડા(ઉ.વ.૫૭ ભોજાય–માંડવી)ને ૨૫,૮૪૦ રૂપિયાની રોકડ રકમ તથા રૂપિયા ૧૮,૫૦૦ના પાંચ નગં મોબાઈલ સમેત રૂપિયા ૪૪,૩૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પાંચે જણાઓને મુન્દ્રા પોલીસને સુપ્રત કર્યા હતા.


નખત્રાણા તાલુકાના મોટી વિરાણીમાં મફતનગરમાં આવેલા શિવ મંદિર પાછળ વાડી વિસ્તારમાં ધાણી પાસાનો જુગાર રમતા ગોપાલ રામજી જેપાર, અબ્દુલ્લા ઇશાક લુહાર, ધનસુખ દામગર ગુસાઇ, આચાર નાનજી જેપાર, અલ્પેશ વિનોદભાઇ વાળંદ, રાજેશ કેશવજી સોની, બાબુલાલ ખીમજી મારવાડા, મંગા હીરાભાઇ બડીયા, રમેશ હીરાભાઇ આહિર સહિત નવ જણાઓને નખત્રાણા પોલીસે ઝડપી લીધા હતા તેમના કબજામાંથી ૨૩,૭૨૦ની રોકડ રકમ તેમજ ૧૨,૫૦૦ની કિમંતના ૬ મોબાઇલ જપ્ત કરી તમામ સામે ફરિયાદ નોંધાઈ હતી.