ગાંધીધામમાં ખુલ્લા આકાશે ત્રણ ગઠિયા ૬૫ હજાર ભરેલી બેગ લઈ નાસી છૂટ્યા

ગાંધીધામમાં યુવકને રોકી 2 લોકો ૨૦ હજાર રોકડ સાથે બાઇક પણ હંકારી ગયા
ગાંધીધામના બેંકિગં સર્કલ પાસે ભરચક વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક પાસે ભર બપોરે ત્રણ ઈસમ યુવાનના હાથમાંથી રૂ.૬૫,૦૦૦ રોકડ ભરેલી બેગ લઇને ભાગ્યા બાદ એક આરોપીને લોકોએ પીછો કરી પકડી લઇ તેને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો યારે બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તો બીજા બનાવમાં બાઇક પર આવેલા બે ઇસમો એક યુવાનના ખિસ્સામાંથી બે હજાર રોકડ લઇ જવાની સાથે બાઇક પણ હંકારી ગયા હોવાની ઘટના બની છે.
મળતી માહિતી મુજબ: ગળપાદરના ભવાનીનગર રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા નિરજ શિવકુમાર કૌશીકે ફરિયાદ નોંધાવી છે કે, ગત બપોરે દોઢેક વાગ્યાના અરસામાં કચ્છ આર્કેડ પાસે આવેલી રોહિત શાહ સેમગ્લોબલ લાકડાની કંપનીમાંથી મેનેજર નિકીત જૈન પાસેથી રૂ.૬૫,૦૦૦ લઇ સેન્ટ્રલબેંક ગયો હતો. તેવામાં બે જણાએ મારા જમણા ખભા ઉપર રૂ.૬૫,૦૦૦ ભરેલી સ્કુલબેગ ઝુંટવી ભાગ્યા હતા અને તેની જોડે વાત કરતો શખ્સ પણ ભાગ્યો હતો. બૂમાબૂમ કરતાં એક એકિટવા ચાલકે તેનો પીછો કરી ચાવલા ચોક પાસે પકડી લીધો હતો. આ બાબતે તેમણે મોટા ભાઇને જાણ કરતાં પોલીસ આવી હતી અને લોકોએ પકડેલા ઇસમને લઇ પોલીસ મથકે ગઇ હતી યાં તેની પુછપરછમાં તે મુળ બિહારનો હાલે કાર્ગેા ઝુંપડા વિસ્તારમાં રહેતો હોવાનું અને પોતાનું નામ સંતોષ બીજલી મહંતો હોવાનું અને ભાગી ગયેલા બન્ને કાર્ગેા ઝુંપડામાં રહેતા સુબોધ ઉર્ફે સુભાષ મહંતો અને જીતેન્દ્ર ઉર્ફે રાજ ભગત હોવાનું જણાવ્યું હતું. લોકોએ પીછો કરી ચાવલા ચોક પાસે પકડેલા સંતોષ બીજલી મહંતો પાસેથી ફરિયાદી નિરજભાઇની બેગ મળી આવી હતી જેમાંથી રૂ.૩૧,૫૦૦ મળી આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.