અનુષ્કા શર્મા બાળકના જન્મ પછી શરુ કરી શકે છે શૂટિંગ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં જ તેમના પહેલા બાળકના આગમનની વાત જાહેર કરી છે. આ બાળક તેમના માટે લકી સાબિત થશે તેવા એંધાણ અત્યારથી અનુષ્કા માટે મળી રહ્યા છે. ગર્ભાવસ્થાના સમાચાર સાથે જ અનુષ્કારને એક મોટો પ્રોજેક્ટ પણ ઓફર થયો છે. 

નિર્દેશક ઓમ રાઉત તેની આગામી ફિલ્મ આદિપુરુષની સીતા શોધી રહ્યા હતા અને તેમની નજર અભિનેત્રી અનુષ્કા પર અટકી છે. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં હશે. હવે વાત સામે આવી છે કે સીતા બનવાની રેસમાં અનુષ્કા સૌથી આગળ છે. આ ફિલ્મને લઈને નિર્દેશક ઓમ રાઉત અનુષ્કાને મળી પણ ચુક્યા છે અને અનુષ્કા પણ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે. 

ખાસ વાત એ પણ છે કે અનુષ્કા તેના પહેલા બાળકને જન્મ જાન્યુઆરીમાં આપશે અને આ ફિલ્મ પણ જાન્યુઆરીથી જ ઓન ફ્લોર આવશે. એટલે અનુષ્કા ડિલીવરીના 2 મહિના પછી શૂટિંગ શરુ કરી શકશે તેવી પણ ચર્ચાઓ છે. ફિલ્મમાં જો અનુષ્કા ફાઈનલ થશે તો શરુઆતના દિવસોમાં રામ એટલે કે પ્રભાસ સાથે શૂટિંગ કરવામાં આવશે અને પછી અનુષ્કા શૂટ શરુ કરશે. 
ઉલ્લેખનીય છે કે ટી-સીરીઝના આ પ્રોજેક્ટમાં લંકેશના રોલ માટે સૈફના નામની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. તેવામાં શક્ય છે કે શરુઆતી દિવસોમાં સૈફ અને પ્રભાસના સીન શૂટ કરી લેવામાં આવશે. ત્યારબાદ અનુષ્કા શૂટમાં જોડાશે.