શાહરૂખ અને દિપીકાની બૉલીવુડમાં ફરી એક વાર એન્ટ્રી


મુંબઇ : અભિનેત્રી દિપીકા પદુકોણે 2007માં શાહરૂખ ખાન સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જે પછી 2013માં ‘ચેન્નાઇ એકસપ્રેસ’ અને 2014માં ‘હેપ્પી ન્યુ યર’માં પણ સાથે દેખાયા હતા.હવે ચર્ચા એવી છે કે તમિલ ફિલ્મ મેકર એટલીની ફિલ્મમાં ફરીથી આ જોડી જોવા મળશે.કોમેડી-ડ્રામા અને એકશનથી ભરપુર આ ફિલ્મ એટલીની ડેબ્યુ (બોલિવુડ) ફિલ્મ હશે. ‘સનકી’ નામની આ ફિલ્મને લઇને હજુ કોઇ સતાવાર માહીતી સામે આવી નથી.