ભારતમાં ૨૪ કલાકમાં ૯૨ હજાર જણ બન્યા કોરોનાથી સંક્રમિત, ૧૧૩૬ દર્દીનાં થયા મોત

ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૮ લાખને આસપાસ પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્રારા જાહેર કરેલ આંકડાઓ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૯૨,૦૭૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના લીધે ૧,૧૩૬ દર્દીઓએ પોતાના જીવન ટૂંકાવ્યું છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૮,૪૬,૪૨૮ પહોંચી ગઈ છે.

વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ ની મહામારી સામે લડીને ૩૭ લાખ ૮૦ હજાર ૧૦૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૮૬,૫૯૮ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૯,૭૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.


નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૫,૭૨,૩૯,૪૨૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારે ૨૪ કલાકમાં ૯,૭૮,૫૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.