સરકારનો સૌથી મોટો નિર્ણય લેવાયો, રાજ્યમાં દિવાળી સુધી શાળાઓ ખુશે નહીં

રાજ્યમાં શાળા અને કોલેજો ખોલવા બાબતે સૌથી મોટી ખબર આવી છે બહાર. કોરોનાના વધતાં કેસને લઈને સરકાર નિર્ણય લીધો છે કે દિવાળી સુધી શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર નિર્ણય લેશે.
કોરોના વચ્ચે અટકળો હતી કે ઓક્ટોબરથી શાળાઓ શરુ થશે પણ હવે જે રીતે રોજે રોજ કેસ વધતાં જાય છે સાથે જ મૃ્ત્યુઆંક વધી રહ્યો છે તેને જોઈ અને આ નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ પણ શાળા શરુ થઈ જ જશે તેવું નથી. તે સમયે સંક્રમણની સ્થિતિને જોઈ અને સરકાર નિર્ણય લેશે.