ગાંધીધામના એક યુવકની પૈસાની લેતી દેતી બાબતે કરાઇ હત્યા

(ગાંધીધામ) ગાંધીધામ શહેરમાં એક યુવકની પૈસા ની લેતીમાં કરાઇ હતી હત્યા. આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. શહેરના કાર્ગો, પી.એસ.એલ. આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મૂળ ઉધમા, ભદોહી-બિહારના સુધીર કેસરી નામના યુવાનનું મોત થયું હતું. આ યુવાન અહીં રહી છૂટક મજૂરીકામ કરતો હતો. આ યુવાના મિત્ર પાસે ટ્રકચાલક એવો મોહમદ અંસારી આલમ મોહમદ અંસારી નામનો શખ્સ અવાર-નવાર રૂપિયાની માગણી કરતો હતો. દરમ્યાન આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી સુધીરના પેટમાં ખોંસી દીધી હતી તેમજ તેના કાનમાં પણ ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને લોહી નીંગળતી હાલતમાં પ્રથમ રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોતાના દીકરાની હત્યા નીપજાવનાર ઈસમ સામે ગુલાબચંદે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નાસી જનાર આ શખ્સને પકડી પાડવા પોલીસે વ્યાયામ આદર્યો હતો. હત્યાના આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામી હતી.