બાઈક અથડાતાં છકડા ચાલકને ઈજા પહોંચી

accident

ગાંધીધામના વિસ્તારમાં મીનરલ વોટર પાણીનો સપ્લાય કરતા છકડાના ડ્રાઈવર ને  800 ક્વાટર વિસ્તારમાં તીવ્ર ગતીએ આવી રહેલી બાઈક અડફેટે લેતા  ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી.

ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગણેશભાઈ સરીયાલાએ આરોપી ડીલક્ષ હોન્ડ મોટર સાઈકલ ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવતા કહ્યું હતું કે રવિવારના તે પોતાનો છકડો લઈને 800ક્વાટરમાં ઉભો હતો ત્યારે બાઈક ચાલકે ગફલત રીતે ચલાવીને બાઈક અથડાવી દીધી હતી, જેના કારણે ફરિયાદીને ફ્રેક્ચર, છોલછાલ જેવી ઈજાઓ પહોંચી હતી. આરોપી ફરિયાદીને કારમાં ચડાવીને ચાલ્યો ગયો હતો, જેણે આપેલા મોબાઈલ નંબરના આધારે ગુનો દાખલ કરાયો હતો.