માંડવીમાં કોરોના સારવાર પૂરી થતાં જ વેપારીનું થયું મોત

 (માંડવી) માંડવીમાં કે.ટી. શાહ રસ્તા પર ચંપલની દુકાન ધરાવતા જૈન વેપારીને મસ્કામાં કોરોના સારવાર પૂરી થતાં જ મોત નીપજયું હતું. પરંતુ, બે દિવસ બાદ શ્વાસ લેવામાં તકલીફ થતા મુન્દ્રા ખસેડાયા હતા. જ્યાં સાત આઠ દિવસની સારવાર દરમિયાન મોત થયું છે.

મળતી માહિતી અનુસાર નિભાડા શેરીમાં રહેતા 57 વર્ષીય અતુલ અમૃતલાલ સંઘવીનું કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમને પ્રથમ મસ્કા એન્કર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારબાદ ત્યાંથી સારવાર પૂરી થતા ફરી તેમના ઘરે આવ્યા હતા. જ્યાં સાતથી આઠ દિવસ દિવસ સારવાર લીધી હતી. પરંતુ, સારવાર કારગત નિવડે એ પહેલા સોમવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.

માંડવીમાં કે.ટી. શાહ રોડ પર એક માસમાં ત્રણ વેપારીને કોરોનાનો ચેપ લાગ્યા બાદ કોરોનાની સારવાર અપાઈ. પરંતુ, સારવાર દરમિયાન મોત થયું છે, જેમાં મહાવીર ઈલેક્ટ્રોનિકના મહેશ મગનલાલ સંઘવી, દેવશી ગાંધી અને સોમવારે અતુલ સંઘવીએ અંતિમ શ્વાસ લીધો છે.