પડાણાના યુવકનું કોરોનાએ તો નહીં પણ ડેન્ગ્યુ જીવ લીધો

ગાંધીધામના પડાણા ગામનો રહેવાસી યુવાનનો ભોગ કોરોનાએ તો નહિ પણ ડેન્ગ્યુએ લીધો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઇ છે જેમાં પડાણા રહેતા 30 વર્ષીય ધર્મેન્દ્રસિંઘ અમરનાથને લઇ નિલેશ હુંબલ રામબાગ હોસ્પિટલ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબ એ.કે.શ્રીવાસ્તવને તેણે યુવકનું મોત ડેન્ગ્યુને લીધે થયું હોવાની જાણ કરી હતી.
કોવિડ-19 વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે આ કહેરની વચ્ચે વરસાદ બાદ પાણીજન્ય રોગ ગણાતા ડેન્ગ્યુ મહામારીએ એક યુવાનનો ભોગ લીધો હતો.