વડાલામાં પાંજરા-પોળના મેનેજરની બાઇકની થઈ ચોરી

કચ્છમાં વાહનચોરી હજુ પણ વિરામ લીધો નથી. ખાસ તો બાઇકની જ ચોરી વધી રહી છે. તેવામાં મુન્દ્રા તાલુકાના વડાલા ખાતે પાંજરાપોળમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુળ માડવીના મસ્કાના વિનોદ કિશોરચંદ્ર મોતા રાજગોરની 20,000 રૂપિયાની મોટરસાયકલ ગત 10મીના રાત્રીના સમયે પાંજરાપોળના ગેટ પાસેથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં માંડવી મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, પશ્ચિમ કચ્છમાં પોલીસે થોડા દિવસ પહેલા જ બાઇક ચોરી કરતી તસ્કર ટોળકીને પકડી પાડી હતી.