નેપાળમાં ફરી એકવાર 5.4 તીવ્રતાની ધરા ધ્રુજી


નેપાળમાં વધુ એકવાર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા અને રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની નોંધાઇ હતી.સિંધુપાલ ચોક જિલ્લાના રામચેમાં ભૂકંપનું કેન્દ્ર રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
મળતી માહિત અનુસાર: સવારે 5:19 વાગ્યે સિંધુપાલ ચોક જિલ્લાના રામચેની આસપાસ 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દેશના પૂર્વ ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી જાનહાનીના ખબર નથી.