મહુવામાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન ચોરાઉ વાહન સાથે ૨ ઇસમો પકડાયા

મળતી માહિતી મુજબ/ ભાવનગર LCB સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સામેના અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.
સંયુકત બાતમીના આધારે મળતી હકીકત કે, ૨ શખ્સો નં(1) રાજુભાઇ ઉર્ફે કમો ધીરૂભાઇ પરમાર ધંધો-હીરા ધસવાનો રહે-મુળગામ માળવાવ,પ્લોટ વિસ્તાર હાલ.નૈપ સોફળા વિસ્તાર તા.મહુવાવાળો તથા પંકજભાઇ ઉર્ફે પકો બાબુભાઇ ગોહિલ ધંધો- મજુરી રહે- જનતા પ્લોટ-1, મોરારી હનુમાન પાસે મહુવાવાળા હોવાનુ જણાવેલ. મજકુર બન્ને ઇસમોને પોતાની પાસેની હીરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા.
મજકુર ઇસમે પોતાની પાસેની હીરો હોન્ડા મોટર સાયકલ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે જોતા એક હીરો હોન્ડા કંપનીની બ્લુ સીલ્વર કલરના પટ્ટાવાળુ સ્પલેન્ડર મો.સા જેની રજી.નં-GJ-04-AH-5765નું. ચેસીસ નંબર જોતા -05M15E00249 તથા એન્જીન નંબર-05M16F01546 તથા(2) હોરી હોન્ડા સ્પલેન્ડર મો.સા.રજી.નં- રજી.નં-GJ-04-AK-6345 ના જેના ચેસીસ નંબર જોતા-06L16C0691 તથા એન્જીન નંબર- 06L15M06675નું કિ.રૂ.15,000/- ગણી તથા (3) બજાજ ડીસ્કવર જેના રજી.નં- GJ-01-PH-370જેના ચેસીસ નંબર જોતા MD2A14A74CRE0290 તથા એન્જીન નંબર- JBZRCE02176ના મળી આવતા કુલ ચોરાઉ મોટર સાયકલ નં-3 કુલ કિ.રૂપિયા-50,000/-નો મુદામાલ સાથે બન્ને ઇસમને કબ્જે કરેલ હતા.
મજકુર ઇસમો પાસેથી મળી આવેલ ચોરાઉ મોટર સાયકલો બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, ગઇ તા.15/09/2020ના રોજ મહુવા સરકારી હોસ્પીટલ ખાતેથી તથા આજથી આશરે વીસેક દિવસ પહેલા વડલી સદભાવના હોસ્પીટલના પાર્કિગમાંથી તેમજ આજથી આશરે દોઢેક મહિના પહેલા મહુવા કુબેરબાગ પાસેથી અલગ અલગ જગ્યાએથી પોતે તથા ઈસમ નં(2)નાએ ચોરી કરેલ હોવાનુ જણાવતા જે અંગે ખરાઇ કરતા મહુવા પો.સ્ટે. એ પાર્ટ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. મજકુર આરોપીઓને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.