અબડાસા તાલુકાના જખૌ જૂથ ગ્રામ પંચાયત ના વોર્ડ નં.8 ના વિકાસ કામો તત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહિ આવે તો આગામી આવતી બધી ચુંટણીઓનું બહિષ્કારની મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત


અબડાસા તાલુકાના જખૌ ગામના વોર્ડ નં 8 ના સદસ્ય દાઉદ ભાઈ દરાડ દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે, કે જૂથ પંચાયત ના દરાડ વાંઢ, જબરા વાંઢ, આશિરા વાંઢ અને ભદ્દુ વાંઢ ગામના પેન્ડિંગ પડેલ વિકાસ કામો તેમજ જર્જરિત પડેલા હાલત વાળો ડામર રોડ અને તે રોડ ની બંને બાજુએ ઉભેલો બાવળ નું નિકાલ તત્કાલિક ધોરણે કરવામાં નહિ આવે તો અગાઉ આવતી તમામ ચૂંટણીઓનું વોર્ડ નં 8 ના નાગરિકો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. તેમજ સદસ્ય શ્રી એ રજૂઆત માં જણાવેલ છે કે રોડ ની બંને બાજુએ ઉભેલ બાવળ થી અકસ્માત નું ભય વધ્યો છે, તેમજ પ્રવાસીઓને પણ મુશ્કેલી નું સામનો કરવો પડી રહ્યો છે. જખૌ થી જબરા વાંઢ વચ્ચે આવતી નદીમાં પુલ બનાવવાનું વર્ષો થી માંગળી રાખવામાં આવી ચૂકી છે તેમ છતાં પુલિયો ન બનતા વરસાદી સીઝન માં આ રસ્તા પર વાહન વ્યવહાર એકદમ ઠપ થઈ જાય છે. તેમજ જખૌ થી દરાડ વાંઢ વચ્ચે આવેલ પાંચ કિલોમીટર જેટલા અંતરના રોડ પર કોઈ પુલિયો બનાવવામાં આવ્યો નથી. જેથી વરસાદી પાણી રોડ ની આજુ બાજુ માં આવતા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ખેડૂતોને ખુબ મોટા પ્રમાણ માં પાક નુકશાની થાય છે. જખૌ થી જબરા વાંઢ અને જખૌ થી દરાડ વાંઢ સુધીના રોડ અને રોડ પરના પુલિયો બનાવવા માટે અબડાસા ના પૂર્વ ધારાસભ્ય શ્રી પી.એમ.જાડેજા ને પણ દરખાસ્ત આપવામાં આવી હતી. તેમજ રોડ પર ઉભેલા બિનજરૂરી બાવળ નું નિકાલ પણ માર્ગ અને મકાન વિભાગ ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ હજુ સુધી આવ્યો નથી. વોર્ડ નં 8 ના સદસ્ય શ્રી દ્વારા રજૂઆત માં રજૂઆત કરવામાં આવેલ છે કે વોર્ડ નં 8 ના નાણાં પંચ, એ. ટી.વી. ટી, 15% વિવેકાધીન વગેરેની ગ્રાન્ટ મંજૂર થઈ ગયા હોવા છતાં પંચાયત દ્વારા વોર્ડ નં 8 ને ઓરમાનયુ વર્તન કરવામાં આવી રહ્યો છે. સદસ્ય નું કહેવું છે કે જો પેન્ડિગ પડેલ કામો, રજૂઆત અનુસાર પુલિયાઓ અને રોડ પરના બિન જરૂરી બાવળ નું નિકાલ તત્કાલિન કરવામાં નહિ આવે તો અગાઉ આવતી તમામ ચૂંટણીઓનું વોર્ડ નં 8 ના નાગરિકો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.જખૌ જૂથ ગ્રામ પંચાયત નો વોર્ડ નં 8 માં અંદાજિત આશરે 500 જેટલા મતદાતાઓ મતદાન નું અધિકાર ધરાવે છે.